‘હૃદયમાં જેમના દેશભક્તિ ઝળકે છે, લલાટે તેમના દેશસેવા ચમકે છે,
મનમાં જેમના કાર્યનિષ્ઠાની જ્યોત પ્રગટે છે,
હર ક્ષણ, હર પળ જેઓ દેશ માટે મરી ફીટવા તૈયાર છે,
વિશ્વમાં જેમના થકી ભારતનું માન છે,
એવા આપણા પ્રધાનમંત્રીશ્રીને આજ નમન છે..’
દેશના પનોતા પુત્ર અને સેવા તથા સાતત્યને વરેલા ભારતના સંનિષ્ઠ, કાર્યદક્ષ અને સક્ષમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસ પર શુભેચ્છા સહ વંદન. મોદીજીનું જીવન, તેમનો સંઘર્ષ અને રાજકીય કારકિર્દીના દરેક પડાવ કોઈપણ મનુષ્યને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે પર્યાપ્ત છે. ભારતની જનતાને સંપૂર્ણપણે લોકો પ્રત્યે સમર્પિત પ્રધાનમંત્રીશ્રી મળ્યા છે જેઓ ફક્ત દેશસેવાની કામના સાથે આજે કાર્ય કરી રહ્યા છે. તેમના થકી ભારતનું ભવિષ્ય, યુવા, દરેક ક્ષ્રેત્ર, દરેક વર્ગ અને નાગરિક ઉજ્જવળ છે. મોદીજીએ છેલ્લા ચાર વર્ષમાં દેશને વિકસિત, શિક્ષિત અને તમામ નાગરિકને જાગૃત અને નિયમિત બનાવ્યા છે. મોદીજી દ્વારા શરૂ કરાયેલ દરેક યોજના જનતાના લાભાર્થે અવિરત સફળ અને સજ્જ પુરવાર થઇ રહી છે.
‘મોદીજીએ જોયેલા ‘નવા ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા આપણે સહુ સાથે મળીને કાર્ય કરીએ અને આજના તેમના જન્મદિવસે તેઓને આપણી પ્રમાણિકતા અને કાર્યનિષ્ઠાની ભેટ આપીએ. નવીન ભારતના અનોખા અભિયાનને વધાવીને મોદીજીને રાષ્ટ્રસેવક તરીકે ફરી 2019માં ભારતના વડાપ્રધાન બનાવવાની પ્રતિજ્ઞા લઈએ. આ જ તેમના જન્મદિવસની અનુપમ અને ઉત્તમ ભેટ કહેવાશે.
દેશના યુવાનને, બાળકને, મહિલાને, નોકરિયાતને, વ્યાપારીને અને વંચિતને જોઈતી દરેક તક મોદીજીએ તેમના વડાપ્રધાન તરીકેના આ ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન આપી છે. આજે આપણે સહુ મળીને તેમને સમજદારીની અને આપણી સજ્જતાની ભેટ આપીએ. મોદીજીના દેશસેવાના કાર્યો થકી મને પ્રેરણા મળે છે. પ્રવૃત રહેવાની નવી આસ્થા ઝળહળે છે. દેશની સુકાન આપ જેવા અનુભવી, જ્ઞાત, નિષ્ઠાવાન અને નમ્ર વ્યક્તિના હાથમાં છે તે અત્યંત ગર્વની વાત છે. આપ બખૂબી વિશ્વ સમક્ષ ભારતને એક ઉત્તમ રાષ્ટ્ર તરીકે પ્રસ્તુત કરવાની હોડમાં અવિરત કાર્યશીલ છો તે બદલ વંદન અને અભિનંદન. જન્મદિવસની આપને હ્રદયપૂર્વક અનેકગણી શુભેચ્છા.